ભાવનગર પાસે અમદાવાદ હાઈવે પર આજે સવારે સર્જાયેલા અકસ્માતમાં મૃતકોને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી મૃતકોનાં પરિવારજનોને 4 - 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોનેને 50 – 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત ગેરકાયદેસર અને વધુ મુસાફરો બેસાડનાર ગાડી માલીક સામે સખત કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.