જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વે યોજાયેલા મેળામાં દિગમ્બર સાધુઓની શાહી રવેડીના દર્શનાર્થે આવેલા મુખ્યમંત્રી વિજય રુપાણીએ મહાશિવરાત્રિના મેળાને મીની કુંભ જાહેર કર્યો હતો.આ પ્રસંગે તેમના પત્ની અંજલિબેન અને યુવા મંત્રી જયેશભાઈ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રીની જાહેરાત અનુસાર હવે આગામી વર્ષથી આ મેળાને મીની કુંભ તરીકે ઓળખવામાં આવશે અને દર્શનાર્થે આવતા ભક્તોને તમામ સુવિધાઓ આપવામાં આવશે.