ગુજરાતના મુખ્ય સચિવ જે. એન. સિંઘે 13મી ફેબ્રુઆરીએ એકાએક કેવડિયાસ્થિત નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. તેમણે અહીં જાહેરાત કરી હતી કે સરદાર સરોવરમાં ઉનાળામાં ગુજરાતને પીવાના પાણીનો પૂરતો જથ્થો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તેમણે જાહેરાત કરી હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોપ-વે બનાવાશે અને 31મી ઓક્ટોબર સુધી પ્રતિમાનું કામ પૂર્ણ થશે.