ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન એનાયત થયું છે. આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત સર્ટિફિકેશન એનાયત મુખ્યમંત્રી કાર્યાલયને એનાયત કરાયું છે. મુખ્યમંત્રીના કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત તેમજ સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારુ કામગીરીને લઈ આ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.
પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત સર્ટિફિકેશન મળ્યું હતું. જે બાદ સતત 2009 થી અત્યાર સુધી ISO પ્રમાણપત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને મળી રહ્યું છે. આ શરુઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયે શરુ થઈ હતી. જે આજ સુધી જળવાઈ રહી છે. જે ગુજરાત માટે ગૌરવ છે.