ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા ૨૦૨૧-૨૨ના વર્ષના બજેટનું કદ રૂા. ૯૭૪૨ કરોડ વધારીને રૂા. ૨,૨૭,૦૨૯ કરોડનું કર્યું છે. બીજીતરફ આ બજેટમાં હયાત વેરાના દરમાં કોઈપણ ફેરફાર કર્યો નથી. તેમ જ કોઈ નવા વેરાનો બોજ જનતાને માથે નાખ્યો નથી. કોરોનાની મહામારીને પરિણામે લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી હોવાથી સરકારે કોઈ જ નવો વેરો ન નાખવાનો નિર્ણય કર્યો છે. છતાંય વર્ષને અંતે રૂા. ૫૮૭.૮૮ કરોડની પુરાંત રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
વર્ષ દરમિયાન રૂપિયા ૧,૬૭,૯૬૯ કરોડની મહેસુલી આવક થવાનો અને રૂપિયા ૧,૬૬,૭૬૦.૮૦ કરોડનો મહેસુલી ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આ પગલાં લઈને કોરોનાની મહામારી વચ્ચે પણ અર્થતંત્રને વેગ આપવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને રસ્તાઓ, સિંચાઈની વ્યવસ્થા, વીજળી અને બંદરના વિકાસ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે નવા આયોજન કરી મોટી રકમની ફાળવણી કરીને સરકારે માળખાકીય સુવિધાને સંગીન બનાવવાનું આયોજન કર્યું છે. તેની સાથે નવી ઔદ્યોગિક નીતિ, સોલાર પાવર પોલીસી અને પ્રવાસન નીતિના માધ્યમથી રોજગારી સર્જન કરવા પર ફોકસ કર્યું છે. તદુપરાંત આગામી પાંચ વર્ષમાં સરકારી, અર્ધસરકારી, બોર્ડ-નિગમ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કચેરીઓમાં લાયકાત ધરાવતા બે લાખ યુવાનોની ભરતી કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. સમગ્ર બજેટની કુલ રકમના ૫૯ ટકા રકમ વિકાસ કાર્ય માટેના ખર્ચ પેટે ફાળવવામાં આવી છે.