સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના હેઠળ 11લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1340 કરોડની જોગવાઈ કરાઇ છે. તો દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બૌદ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય માટે 60 કરોડની જોગવાઈ કરાઇ છે. દિવ્યાંગનોને સાધન સહાય અને એસટી બસમાં મફત મુસાફરી માટે 52 કરોડની જોગવાઈ, પાલક માતા પિતા યોજના હેઠળની રાધા બાળકો માટે 73 કરોડની જોગવાઈ, અનુસૂચિત જાતિ માટે આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ, કુવરબાઈ મામેરુ યોજના હેઠળ 54 કરોડની જોગવાઈ અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.