આવતી કાલે એટલે કે 2 જુલાઈના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે આ સત્રમાં રૂપાણી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. 21 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા નવી યોજનાઓ, નીતિઓ અને જોગવાઈઓ સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે 7 જેટલા બિલો પણ ગૃહમાં પસાર કરવામાં આવે એવી શક્યતા છે. આ દરમિયાન વિરોધપક્ષ કોંગ્રેસ રૂપાણી સરકારને ખાતર-પાણી, દલિતો અને સુરત અગ્નિકાંડ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર આ બજેટમાં કેન્દ્રની નવી મોદી સરકારના 100 દિવસના એજન્ડા મુજબ, રોજગારી અને GDP પર વધુ ધ્યાન આપવામાં આવશે. ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની સાથે કૃષિ અને પાણીને વધુ પ્રાધાન્ય અપાશે.