મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે 3997 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં સુવિધા માટે 355 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજોમાં સુવિધા ઉભી કરવા 145 કરોડ ફાળવવામાં આવ્યા છે. પીપીપી મોડલ પર નવી મેડિકલ કોલેજો સ્થાપવા અને ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે 130 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અન્ય મેડિકલ કોલેજો ના આધુનિકરણ માટે 115 કરોડ, મેડિકલ કોલેજના વિદ્યાર્થી માટે યુવા સ્વાવલંબન યોજના હેઠળ 65 કરોડની ફાળવણી કરાઇ છે. અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં નવી મેડિકલ કોલેજ બનશે. તો રાજ્યમાં પાંચ નવી નર્સિંગ કોલેજની સ્થાપના કરાશે.