ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.
કયા મુદ્દાઓ પર મૂકાશે ભાર?
આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
દિવ્યાંગોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય
નાણામંત્રીએ બજેટમાં કહ્યું કે, “સંત સુરદાસ યોજના” હેઠળ 80 ટકાને બદલે હવેથી 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
કન્યા છાત્રાલય અંગે મોટી જાહેરાત
10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. તે સિવાય 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. 81 લાખ લાભાર્થીઓને શિષ્યવૃતિ આપવા 4827 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી.
5 લાખ રોજગારીના સર્જનનો વાયદો
મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઈલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે. તે સિવાય SC-ST-OBCને અભ્યાસ માટે 6 ટકા વ્યાજે લોન આપવાની પણ જોગવાઇ કરાઇ હતી. મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડીની રકમમાં વધારો કરાયો હતો.
ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની ફાળવણી
ઘરનું ઘર સ્વપન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન છે. બજેટમાં પોષણલક્ષી યોજના માટે 8,200 કરોડ રૂપિયા, મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડ, ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ કરાઈ છે.
બજેટમા 'સેન્ટ્રલાઇઝડ કીચન' યોજનાનું એલાન
ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાનું અને સમયસર મળી રહે તે માટે “સેન્ટ્રલાઇઝડ કીચન” યોજનાની જાહેરાત કરી છે, આ માટે નાણામંત્રીએ 551 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.
મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજનાની જાહેરાત
મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રિંગ રોડ વિકસાવવા માટે 200 કરોડની જોગવાઈ
બે નવા એક્સપ્રેસની જાહેરાત
રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે.
બજેટની કેટલીક મહત્ત્વની જાહેરાતો...
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5120 કરોડની ફાળવણી
વનબંધુ કલ્યાણ યોજના-2 અંતર્ગત વર્ષ 2021-22 માં આગામી પાંચ વર્ષમાં 1 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ 2025ના અંત સુધીમાં 69882 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે અને આ વર્ષે અંદાજિત 30121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.
સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે 912 કરોડની જોગવાઇ.
અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 755 કરોડની જોગવાઇ.
664 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 1 લાખ વિધાર્થીઓ માટે 547 કરોડની જોગવાઇ.
176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયોના અંદાજિત 70 હજાર વિદ્યાર્થીઓ માટે 313 કરોડની જોગવાઇ.
દૂધ સંજીવની યોજના અંતર્ગત 233 કરોડની જોગવાઇ.
રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, 43 ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40 હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ 285 કરોડની જોગવાઇ.
પ્રિ મેટ્રીકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 160 કરોડની જોગવાઇ.
ધો.1થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 108 કરોડની જોગવાઇ.
વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ ૯માં અભ્યાસ કરતી 33 હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા 15 કરોડની જોગવાઇ.