ગત વર્ષ કરતાં અંદાજપત્રનુ કદ વધશે. અંદાજે 2.40 લાખ કરોડ આસપાસનું કદ રહેશે. ચુંટણીનુ વર્ષ હોવાના કારણે ચુંટણીલક્ષી જાહેરાત થવાની શક્યતા છે. ચુંટણીના વર્ષમા વિધ્યાથીઓ માટેની શિષ્યવૃત્તિ સહિતના લાભોમા વધારો થવાની શક્યતા છે. ખેડૂતોને મળતી અલગ અલગ સહાય અને સબસીડીમા વધારો થઈ શકે છે. કૃષિ વિભાગ નવી યોજના પણ જાહેર કરશે. શિક્ષણ, આરોગ્ય વિભાગમા સૌથી વધુ બજેટ ફાળવાઇ શકે છે. ગત વર્ષે સરકારે 2.27 લાખ કરોડનું બજેટ રજુ કર્યું હતું. વિધાનસભા બજેટ સત્રના બીજા દિવસની પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ અને શહેરી વિકાસ પર થશે ચર્ચા. અલગ અલગ બોર્ડ નિગમના અહેવાલો વિધાનસભાના મેજ પર મુકાશે. 2021-22ના પૂરક ખર્ચની રજૂઆત થશે. નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે.