નાણાંપ્રધાને જણાવ્યુ કે નરેન્દ્ર મોદીએ 2007માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરી હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થઇ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજયને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારા સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે. લોકસહકારથી તેનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના 1300 કરોડના બજેટમાં ધરખમ વધારો કરી, આગામી વર્ષે 2500 કરોડ રુપિયાની જોગવાઇ કરુ છું.