ગાંધીનગર મનપા માટે તમામ રાજકીય પક્ષના ઉમેદવારના ઉમેદવારી ફોર્મની સ્ક્રુટીનીનો ગઇકાલે શનિવારે અંતિમ દિવસ હતો. આજથી તમામ પક્ષ પોતાનું કેમ્પઈન શરૂ કરશે. જોકે, ભાજપે (BJP) આ વખતે જાહેર રેલી તથા સંમેલનો ન કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના કહેર વચ્ચે યોજવા જઇ રહેલી ગાંધીનગર મનપાની ચૂંટણી એ રાજકીય પાર્ટીઓને ધર્મ સંકટ સમાન છે.
જોકે, ભાજપ દ્વારા સમગ્ર ચૂંટણીમાં ટોળા એકઠા ન થાય અને ભીડ ન થાય એ માટે જાહેર સભા સને સંમેલન ન કરવામો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચારમાં ગ્રૂપ બેઠક, ગ્રૂપ મિટિંગ, ડોર ટૂ ડોર પ્રચાર પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે કોંગ્રેસ દ્વારા આ નિર્ણય સામે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ જ સુપર સ્પ્રેડર હોવાનું નિવેદન કરાયું હતું.