-
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ લોકસભા ચૂંટણી પ્રચાર પ્રસાર અર્થે તૈયાર કરાયેલ કીટ વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, પક્ષના નેતા સુરેન્દ્ર પટેલ(કાકા)ના માર્ગદર્શનમાં વર્ષોથી તૈયાર કરવામાં આવતી ભાજપાની પ્રચાર સાહિત્ય કીટમાં ૫૧ કરતા વધુ વસ્તુઓનો સમાવેશ કરવામા આવેલ છે જેમા મહિલાઓ માટે લેડીઝ પર્સ, પેન્ડલ, બક્કલ, કાંસકા, સાડી પીન, માથાનુ બોરીયુ સહિતની ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરવામા આવ્યો છે. યુવાનો માટે પોકેટ ડાયરી, ટી-શર્ટ, રિસ્ટ બેલ્ટ સહિતની ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામા આવ્યો છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે ચશ્મા, હાથ પંખા, ટોપી જેવી ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના કટ આઉટ્સ તેમજ ફેસમાસ્ક, ઘરે લગાવવા માટે ભાજપાના ઝંડા, સ્ટીકર, પત્રિકા તેમજ તોરણ જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ લોકસભા ક્ષેત્રમાં બૂથસઃ કીટનું વિતરણ કરવામાં આવશે. પંડ્યાએ ઇલેકટ્રોનિક મીડિયાની ઉપસ્થિતિમાં જણાવ્યુ હતુ કે, આજરોજ પ્રદેશ કર્યાલય “શ્રી કમલમ” ખાતે ભાજપા ધ્વારા આગામી લોક્સભા ચુંટણી અંતર્ગત પ્રચાર-પ્રસાર અર્થે તૈયાર કરાયેલ કીટનુ નિદર્શન યોજાયું હતું. આ પ્રસંગે પ્રદેશના વરિષ્ઠ નેતા અને કોષાધ્ય્ક્ષ સુરેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રવક્તા પંડ્યા, પ્રદેશ અગ્રણી અને પ્રદેશ મિડીયા કન્વીનર પ્રશાંત વાળા ઉપસ્થિત રહ્યા હતા.