મોરબીમાં વર્ષ 2009માં નોંધાયેલા એક પોલીસ કેસમાં કચ્છનાં ધારાસભ્ય નીમાબેન આચાર્યને મોરબી કોર્ટે એક વર્ષની સજા અને બે હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. તેમની સાથે મનોજ પનારા અને કાંતિ અમૃતિયાને પણ સજા જાહેર કરવામાં આવી છે. 2009માં આચારસંહિતા ભંગ બદલ તેઓની સામે કેસ નોંધાયો હતો.