જંગી નાણાંખર્ચને રોકવા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા એક રાષ્ટ્ર એક ચુનાવ અભિયાન અંગે મુંબઈમાં બેઠક યોજાશે. સમયશક્તિ અને ખર્ચને રોકવા આ અભિયાન છેડાયું છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે નાણાંખર્ચ સંદર્ભે આ અભિયાન યોગ્ય છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ કહ્યું કે દેશમાં દરેક ચૂંટણીમાં મતદાનમાં વિવિધતા હોવાથી લોકતંત્ર પર લાંબાગાળાની અસર ધ્યાને લેવી જરુરી છે.