ભારતભરમાં 15 ઓગષ્ટને લઇ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ચાર આતંકી ઘૂસ્યા હોવાના ઇનપુટ મળી રહ્યા છે જેમાંથી એક અફઘાન આતંકીનો સ્કેચ ગુજરાત એટીએસ રાજ્યભરની પોલીસને મોકલ્યો છે. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે આવી વાત કોઇ રોકર્ડ પર નથી. મીડિયામાં આવી રહ્યું છે તે વધુ પડતું છે. ગુજરાત એટીએસ અને મુખ્યમંત્રીની વાતમાં મતભેદ જોવા મળી રહ્યો છે. જો ખુદ મુખ્યમંત્રી એવું કહેતા હોય કે રેકર્ડ પર આવી કોઇ વાત નથી તો એટીએસએ અફઘાની આતંકીનો સ્કેચ કંઇ રીતે રાજ્યભરની પોલીસને મોકલ્યો
સોમનાથ દર્શન કરવા આવેલા વિજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ એક્ટીવલી અને પ્રો એક્ટીવલી કામ કરી રહી છે. મીડિયામાં ચાલી રહ્યું છે કે આતંકી હુમલાને કારણે પોલીસ સર્ચ કરી રહી છે તે વધુ પડતું છે. ગુજરાતમાં તાત્કાલિક હુમલાની કોઇ વાત રેકોર્ડ પર નથી. એક તરફ આઇબી સ્કેચ જાહેર કરી ગુજરાત એટીએસને મોકલે છે તે રાજ્યભરમાં ફોટા સાથે ફેક્સ કરે છે તો બીજી તરફ ખુદ સીએમ આ વાતને વધારે પડતી માની રહ્યા છે.