ગુજરાત ATS દ્વારા રાજકોટમાં સફળ ઓપરેશન હાથ ધરાયું છે. આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3ની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં આ ત્રણેય લોકો કામ કરતા હતા. ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરતા હતા. ATSના હાથે ઝડપાયેલા ત્રણેય પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા છે