ગુજરાત ATSને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ગુજરાત ATSએ (Gujarat ATS) ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન (Pakistan) મોકલનાર જાસૂસની (spy) ધરપકડ કરી છે. આ વ્યક્તિ મૂળ પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં રહીને તે પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે. ગુજરાત ATS દ્વારા આ વ્યક્તિની પૂછપરછ શરુ કરવામાં આવી છે.