ગુજરાત (એન્ટી ટેરરિસ્ટ સ્કોડ) ATSને મોટી સફળતા મળી છે. ATSની ટીમે શુક્રવારે બાડમેરના સરહદી ગડરારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિને પોલીસ ત્રણ હત્યા અને બેંક લૂંટના કેસમાં લગભગ 38 વર્ષથી શોધી રહી હતી. જો કે આ ધરપકડ દરમિયાન એક નાટકીય ઘટના જોવા મળી હતી.
હકીકતમાં જ્યારે આ વ્યક્તિને ગુજરાત ATSની ટીમે પકડ્યો તો તેના પરિજનોએ બાડમેર પોલીસને અપહરણની માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે નાકાબંધી કરી ATS ટીમને અટકાવ્યો. બાદમાં ATSએ 38 વર્ષ જુના કેસ અંગેની માહિતી આપી હતી, જેમાં કાગળો પણ હતા. ત્યારબાદ પોલીસે તેમને જવા દીધા હતા.
બાડમેર પોલીસ અધિક્ષક આનંદ શર્માએ જણાવ્યું હતું કે 1982 માં ગુજરાત ATSની એક ટીમ બિજાવાલ નિવાસી શક્તિદાનને ત્રણ હત્યા અને બેંકની લૂંટના ગુનામાં શોધી રહી હતી. ગુજરાત ATSને બાતમી મળી હતી કે બાડમેર જિલ્લાથી સરહદ વિસ્તારમાં શક્તિદાન આરામથી રહે છે. બાતમી મળ્યા બાદ એક ટીમે આજે સવારે તેને ઝડપી પાડ્યો હતો.
ગુજરાત એટીએસે આ અંગે બાડમેર પોલીસને જાણ કરી નહોતી. આવી સ્થિતિમાં ATSના શક્તિદાનને અચાનક ઝડપી પાડવાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. અપહરણની આશંકા થવા પર પરિવારે પોલીસને જાણ કરી હતી. તેના પર પોલીસે ATS ટીમને નાકાબંધી કરી અટકાવી દીધી હતી. બાદમાં ATSની ટીમે વોરંટ બતાવવાની સાથે જ 38 વર્ષ જુના કેસની પોલીસને જાણ કરી હતી.