ગુજરાતમાં ATSની સાથે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ જઈ રહેલા પાકિસ્તાની દાણચોરોની ગેંગને પકડી છે. આ દાણચોરો અલ સાકાર નામની બોટથી ભારતમાં ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી 50 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 350 કરોડ જણાવવામાં આવી રહી છે. બોટમાં કુલ 6 ક્રૂ મેમ્બર હતા. પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL)નજીક કરવામાં આવી છે.