ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધારાસભ્ય બેઠા છે. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખ રજુ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા, પૂર્વ મંત્રી ગીગાભાઈ ગોહીલ સહિત 8 સ્વર્ગસ્થ સભ્યોની કામગીરીને અંજલિ અર્પી હતી.
વિધાનસભા સત્ર શરૂ થયા તે પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોના કાળમાં ઘણી સારી કામગીરી કરી છે. કોરોનાનાં સંક્રમણને ઘટાડવા માટે કામગીરી ચાલુ છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. વિધાનસભાના 5 દિવસીય સત્રમાં સરકારને કોઈ તકલીફ નહીં પડે. કેન્દ્ર સરકારના કૃષિ બિલ ઐતિહાસિક છે. ખેડૂતોને સીધો લાભ મળવાનો છે. ખેડૂતો પોતાનો માલ ઈચ્છે ત્યાં વેચી શકશે.