ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ભારતીય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે રાજ્યમા આદર્શ આચારસંહિતનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. શુક્રવાર સવારથી જ હવે રાજ્યના કોઇપણ વિસ્તારમાં વિવિધ માધ્યમોમાં ચાલતી સરકારી જાહેરખબરો બંધ કરવાની રહેશે. હોર્ડીંગ હોય તો ઉતારી લેવાના રહેશે.
ચૂંટણી આયોગ દ્વારા અપાયેલી સૂચના અનુસાર, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન આચારસંહિતાનું ચુસ્ત અમલ કરવા સંબંધી રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જે અનુસાર હવે સરકાર કોઈપણ પ્રકારની ચૂંટણીલક્ષી જાહેરાત, નાણાકીય સહાય પરિયોજના શિલારોપણ વિધિ સરકારી સેવાઓ કે જાહેર સાહસોમાં નિમણૂંક કરી શકશે નહીં. ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી પંચને હવાલે કરી દેવામાં આવ્યું છે.
ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવ પાડે તેવી કોઈપણ પરિયોજના યોજના રાહતો કે નીતિવિષયક બાબતો રાજ્ય સરકાર કે સત્તાધારી પક્ષ દ્વારા જાહેર કરી શકાશે નહીં.