વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના અધ્યક્ષ અમિત શાહ બુથ સ્તરના પાર્ટી કાર્યકર્તાઓને મળવા માટે આજે ગુજરાતની મુલાકાતે છે. ભાજપાએ એક નિવેદનમાં કહ્યું કે પાર્ટી અધ્યક્ષ 110 દિવસની પોતાની દેશવ્યાપી યાત્રાની અંતર્ગત ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલ અમિત શાહ છોટા ઉદેપુર તાલુકાના દેવલીયામાં આજે સવારે 10 કલાકે બુથ સ્તરે વિસ્તારક કામગીરીમાં જોડાશે. અમિત શાહ છોટા ઉદેપુરમાં લોકો સાથે સંર્ક કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં શરૂ કરાયેલ વિભિન્ન કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપશે. આ દેવાલય અને બોડેલી ગામમાં બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે તથા આગામી ચૂંટણીઓ માટે પાર્ટીની રણનીતિ પર ચર્ચા કરશે.