ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર થઇ રહી છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા વાયદાનો પટારો ખોલ્યો છે. આ મેનિફેસ્ટોને 'બનશે જનતાની સરકાર' નામ આપવામાં આવ્યું છે.
જુઓ મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ
- ગુજરાતની ગૃહિણીઓને રૂ. 500 ના ભાવે ગેસ સિલિન્ડર
- વીજ બીલમાં રાહત માટે 300 યુનિટ સુધીના વપરાશ પર વીજળી ચાર્જ માફ
- શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણ પર રોક
- ગુજરાતના દરેક નાગરિકને સરકારી દવાખાનામાં રૂપિયા 10 લાખ સુધીની મફત મેડિકલ સારવાર, તપાસ અને દવા તેમજ રૂ.પાંચ લાખનો અકસ્માત વીમો મફત આપવામાં આવશે.
- દિવ્યાંગ, વિધવા, જરૂરતમંદ મહિલા, સિનિયર સિટીજન્સને માસિક રૂ. 2000 નું માસિક પેન્શન
- સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં ૧૦ લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે
- બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ.૩૦૦૦ સુધીનું બેકારી ભથ્થું મળશે
- યુવાનોમાં રમતગમત માં શ્રેષ્ઠતા - પ્રોત્સાહન આપતી ‘જામ રણજી સ્પોર્ટ્સ નીતિ’
- આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ની તક થી વંચિત ના રહે તે જાતની નવી “મહાત્મા ગાંધી સર્વગ્રાહી શિક્ષણ નીતિ “ ઘડવામાં આવશે
- દીકરીઓને કે.જી થી પી.જી. સુધીના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી
- દરેક નાગરિકને સરકારી / માન્ય ખાનગી દવાખાનાઓમાં રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર અને દવા તેમજ રાજીવ ગાંધી અકસ્માત વીમા યોજનામાં રૂપિયા પાંચ લાખનું વીમા કવચ આપશે
- એમ આર આઈ, સોનોગ્રાફી, ઇકો, એક્ષરે, સી ટી સ્કેન,, લેબોરેટરી વગેરે તપસ પણ વિના મૂલ્યે
- કીડની, હાર્ટ, લીવર અને બોનમરોનું ટ્રાન્સપ્લાન્ટ તદ્દન મફત