ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેની વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ આજે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. આજે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરાશે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આરી પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કરશે. મહત્વનું છે કે ગઈકાલે દિલ્લીમાં ઉમેદવારોની પસંદગી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની હાજરીમાં ભાજપની બેઠક મળી હ