લોકસભા ચૂંટણી 2019ની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠક પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી. પેટાચૂંટણીમાં ચૂંટાઈને આવેલા ભાજપના ચાર નવા ધારાસભ્યો મંગળવારે સવારે 11 કલાકે શપથ લેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદે ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.
જામનગર ગ્રામ્ય : આ બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને કોંગ્રેસ તરફથી જયંતિ સભાયા વચ્ચે સીધી ટક્કર હતી.
ધ્રાંગધ્રા : આ બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી દિનેશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા.
માણાવદર : કોંગ્રેસે આ બેઠક પર જવાહર ચાવડા સામે અરવિંદ લાડાણીને ઉતાર્યાં હતા.
ઊંઝા : આ બેઠક પર ભાજપે આશાબેન પટેલને મેદાને ઉતાર્યાં હતા, જ્યારે તેમની સામે કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં.