ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાત (Gujarat) રાજ્યમાં અત્યારે સરેરાશ કરતા 30 ટકા વધારે વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે રાજ્યમાં વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક જોવા મળી છે. મળતી સરકારી આંકડા પ્રમાણે રાજ્યના 207 જળાશયોમાં 48.56 ટકા પાણીનો સંગ્રહ હોવાનું જાણવા મળ્યું છે.