Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં આવતી કાલ 22 ઓગસ્ટથી વોલ્વો (Volvo Bus) અને એસીવાળી ST બસોનું સંચાલન કરવાનો ST નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 40 બસો દોડાવાશે. બીજી બાજુ કોરોનાનાં વધતા કેસોને લઇને સુરતથી જે ST બસ સેવા બંધ કરાઇ હતી તે હવે આજથી શરૂ થવા જઇ રહી છે. જેને લીધે હવે સુરત આવતી-જતી તમામ એસ.ટી બસો આજથી શરૂ થઇ જશે. આ અંગે સુરતના ડેપો કંટ્રોલરને ટેલિફોનિક જાણ કરાઇ હતી. જો કે હજી ખાનગી બસ શરૂ કરવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

તમને જણાવી દઇએ કે આ અગાઉ પણ નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 189 વોલ્વો (Volvo Bus) અને AC ST બસો દોડાવવામાં આવી હતી. પરંતુ કોરોનાને કારણે 22 માર્ચથી આ સંચાલનને બંધ કરી દેવાયું હતું. પ્રિમિયમ ST બસોમાં કુલ વોલ્વોની 17 બસો અમદાવાદના નહેરૂનગરથી વડોદરા, અમદાવાદથી રાજકોટ અને નહેરૂનગરથી નવસારી વચ્ચે શરૂ કરાશે. આ ઉપરાંત AC સીટરની કુલ 13 બસોને અમદાવાદથી ડીસા, અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી મોરબી અને ગાંધીનગરથી અમરેલી વચ્ચે દોડાવાશે. જ્યારે AC સ્લીપરની કુલ 10 બસોને ગાંધીનગરથી દ્વારકા, ગાંધીનગરથી સોમનાથ, ગાંધીનગરથી દીવ, ગાંધીનગરથી ભુજ અને ભુજથી વડોદરા વચ્ચે શરૂ કરાશે.

નોંધનીય છે કે રાજ્યમાં કોરોનાનાં કેસોમાં જ્યારે વધારો થવા લાગ્યો ત્યારે અમદાવાદમાં જ કેસો વધ્યાં હતાં પરંતુ હવે છેલ્લાં કેટલાંક દિવસોથી સુરતમાં સતત કેસો વધવા લાગ્યાં છે. જેને લીધે છેલ્લાં 1 મહિનાથી પણ વધુ સમયથી એસટી.બસ સેવા અને ખાનગી બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવેલ છે. પરંતુ હવે આજથી ફરી સુરતથી આવવા-જવા માટે ST બસ સેવા શરૂ થવા જઇ રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ