એસોચેમના સર્વેમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું. આ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવામાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે જ્યારે ઉત્તર પ્રદેશ બીજા ક્રમ રહ્યું. મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ,ગુજરાત આ ત્રણ રાજ્ય જ સમગ્ર દેશમાં થતા મૂડીરોકાણનો 50 ટકા હિસ્સો ધરાવે છે. એસોચેમના અહેવાલ મુજબ હાલ 14.50 લાખ કરોડના 3,489 પ્રોજેક્ટ કાર્યરત છે.