ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી છે, ત્યારે ભાજપમાં ફૂલટાઈમ કાર્યકરની અછત સર્જાઈ છે. કરુણતા એ છે કે ગુજરાત ભાજપનું મોડલ અન્ય રાજ્યોમાં કોપી થાય છે, ત્યારે ગુજરાતમાં આ સ્થિતિ ચિંતાનો વિષય છે. જોકે, ભાજપે અન્ય રાજ્યોમાંથી સંઘના પ્રચારકો અને કાર્યકરોને બોલાવવાનું નક્કી કર્યું છે. પક્ષે ફૂલટાઈમ કાર્યકર્તાની યાદી બનાવી તો માત્ર 150 કાર્યકર્તાઓ જ નામ નોંધાવ્યા.