રાજકોટ મહાપાલિકાએ સ્વચ્છતામાં પછડાટ ખાધા બાદ કળ વાળવા માટે હવે અવનવા પ્રયોગો આરંભ્યા છે. આજે સફાઈનું શિક્ષણ આપવા માટે એક જ છત નીચે એક સાથે ૧૯૨૧ મહિલા, પુરૃષોને એકઠા કરી લાર્જેસ્ટ હાઉસ ક્લીનીંગ લેસન હેઠળ ઘર કી સફાઈ કંઈ રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપી ચાઈનાના ફોસન શહેરનો રેકોર્ડ તોડી રાજકોટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવી લીધું છે.