પુણે,(Pune) મહારાષ્ટ્રમાં (Maharashtra) ગુઇલિયન-બેરી સિન્ડ્રોમ (GBS) કેસોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે પુણે વિસ્તારમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમના શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 197 પર પહોંચી ગઈ છે. આ નર્વ ડિસઓર્ડરના વધુ પાંચ દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પુણેના પાંચ દર્દીઓમાં 2 નવા કેસ અને 3 અગાઉના કેસ સામેલ છે. આ બીમારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે.