ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras Case)માં દલિત છોકરી સાથે કથિત ગેંગરેપ અને હત્યાના કેસ બાદ દેશમાં ફરી એક વખત મહિલા સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. દેશમાં આ વાતને લઈને ફરી એકવાર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. એ વાત પર પણ ચર્ચા ચાલી રહી છે કે મહિલાઓ સાથે થતા અત્યાચારને કેવી રીતે રોકવામાં આવે. દેશમાં ઝડપથી વધી રહેલા આવા કેસને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) તમામ રાજ્ય માટે આ અંગે માર્ગદર્શિકા (Advisory) બહાર પાડી છે.
મહિલા સામે અત્યાચારના કેસોમાં અવારનવાર એવું સામે આવતું હોય છે કે પીડિત મહિલા પોલીસ સ્ટેશનના આંટાફેર કરવા માટે મબજૂર બને છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે હવે મહિલા સામે ગંભીર અપરાધના કેસમાં ફરિયાદ નોંધવી અનિવાર્ય રહેશે. મંત્રાલયે આઈપીસી અને સીપીસીની જોગવાઈ અંગે જણાવતા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોને તેનું કડકાઈથી પાલન કરવાનું કહ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગદર્શિકામાં જે ભલામણો કરવામાં આવી છે તેના તરફ બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.