ગુજરાતમાં પોલીસ ફોર્સના જવાનો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ સંદર્ભે ગાઈડલાઈન જાહેર કરી છે. રાજ્યના પોલીસ કર્મચારીઓએ તાજેતરમાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રેડ પે વધારવાની માંગ ઉઠાવી હતી. જેના કારણે રાજ્યના પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્ચો છે.
પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં પોલીસ કર્મચારીઓને બિનસાંપ્રદાયિક અને બિન રાજકીય રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત
→ કોઈ પણ કર્મચારી પોતાની સર્વિસ સબંધિત ફરિયાદ કે પછી કોઈ ટીપ્પણી સોશિયલ મીડિયામાં નહીં કરી શકે.
→ પોલીસ કર્મચારીઓને પોતાના વ્યક્તિગત અભિપ્રાયો જ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરવા
→ પોલીસ કે સરકારની ટીકા કરતી કોઈ પોસ્ટ તેઓ કરી શકશે નહી
→ સોશિયલ મીડિયામાં એવી કોઈ પોસ્ટ ના મૂકવી, જેથી કરીને જાહેર અધિકારી તરીકેની તેમની છબી ખરડાય અને પોલીસ ડિપોર્ટમેન્ટ બદનામ થાય
→ રાજનીતિથી પ્રેરિત કોઈ પણ પોસ્ટ નહીં મૂકી શકાય
આ પરિપત્રમાં આચારસંહિતાનો ભંગ કરનારા પોલીસ કર્મચારી સામે કાયદાકીય અને ખાતાકીય કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, તાજેતરમાં સુરતમાં મહિલા કૉન્સ્ટેબલ સુનિતા યાદવ દ્વારા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને પાઠ ભણાવવાનો મુદ્દો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચગ્યો હતો. આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ પોલીસ કર્મચારીઓ દ્વારા હૈશટેગ થકી ગ્રેડ પેની માંગણી મુદ્દે આંદોલન છેડ્યુ હતું. જેના પગલે DGP શિવાનંદ ઝા દ્વારા આ નિયમો જાહેર કરવામાં આવ્યો છે.