અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે. નોંધનીય છે કે, અહીં જ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે. ટ્રમ્પને આવકારતા આ કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમ ખાતે બોલાવવામાં આવેલા 1 લાખથી વધારે લોકોને લાવવા માટે ખાસ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તમામ બસોના પાર્કિગ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે તમામ પાર્કિગ સ્ટેડિયમથી દોઢ કિલોમીટર દુર હોવાથી મહેમાનોને ચાલતા જવું પડશે.