પત્રકાર પ્રશાંત દયાળને વિચાર આવ્યો કે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશન,કચેરીઓમાં ગાંધીજીનો ફોટો મુકવો. તેમણે આ વિચાર શહેરના પોલીસ અધિકારીઓ સમક્ષ મૂક્યો. પોલીસ અને નવજીવન ટ્રસ્ટની સહાયથી હમણાં ગાયકવાડ હવેલીના પોલીસ સ્ટેશનમાં ગાંધીનો ફોટો અને કટઆઉટ મુકાયું છે. એક સપ્તાહ સુધી વાહનચેકિંગ કરતી વેળા પોલીસ પણ વાહનચાલકોને દારુબંધીનું મહત્વ સમજાવતી પુસ્તિકા આપશે.આમ,ગાંધી-વિચારને પ્રજાના હ્રદય સુધી પહોંચાડવાનો અનોખી પહેલ થઈ.