Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય સમાજ 1992ની સાલમાં અજીબ રીતે વર્ણસંકર મનોવૃત્તિ ધરાવે છે. કન્સલ્ટન્ટો, ઉચ્ચ ન્યાયાધીશો, બેંકો મેનેજરો, આઈએસએસ અમલદારો, તંત્રીઓ, પ્રોફેસરો, વિજ્ઞાનીઓ, ઈજેનરો અને બૌદ્ધિકો એક બાજુથી સાયન્ટિફિક ટેમ્પરની વાતો કરે છે અને બીજી બીજુથી તેઓ બાબાઓ, દાદાઓ, બાપુઓ, શાસ્ત્રીઓ, ભગવાનો અને સંતોના પગના અંગૂઠાને સ્પર્શે છે. કેટલાક તો એ અંગૂઠો એક થાળીમાં ધોઈને પછી પેલું પાણી (ભુલ્યા, જળ) ગટગટાવી જાય છે. સોમનાથના મંદિરનો જીણોદ્ધાર થયો ત્યારે  ત્યારના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્રપ્રસાદે 32 બ્રાહ્મણોના પગ ધોઈને એ ચરણોદક જાહેરમાં ગટગવું હતું. આ સાંભળીને નહેરૂનો પિત્તો ગયો હતો. જવાહરલાલ નહેરૂ જોઈ ગયા હોત (ત્યારે ટીવી ન હતું) તો તેમનું શું થાત?  ભારતીય સમાજ એટલે વિરોધાભાસનું  બન્ડલ  બી.એસસી.ના અને મેડિસિનના વિધ્યાર્થીઓ ઉત્તરવહીઓ ઉપર અચૂક ઓમ કે શ્રીજી લખે છે. હજી વૈષ્ણવ મહારાજોને (આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુની વીસમી પેઢીના તિલકાયતોને) પુષ્ટિમાર્ગી વૈષ્ણવો ભગવાન ગુણીને પૂજે છે. હુતુતુતુ રમતી વખતે લાલજી જો ટપલી મારે તો વૈષ્ણવજનનું બાળ ઘેલું ઘેલું થઈ જાય છે. જે વૈષ્ણવ ધર્મ વિશે સાચું છે એ જ જૈન ધર્મ વિશે સાચું છે. જૈનાચાર્યો શ્રાવકોની બહોળી વગ ધરાવે છે. મુલ્લાંઓ મને મૌલવીઓ મુસ્લિમ યુવકો ઉપર વગ ધરાવે છે. શુક્રવારના મજહબી ભાષણમાં ગર્ભિત રીતે ગૈરકોમની અને કરન્ટ પોલિટિક્સની વાતો આવી જાય છે.

        ધર્મ આપણી રગેરગમાં ભળી ગયો છે. કમનસીબે ધર્મનો મુળ અર્થ આપણે ભુલી ગયા છીએ. સત્ય, મોરાલિટી, સદ્દવર્તન અને આજે આપણે ધર્મ નથી કહેતા. શ્રાવકો ઘી બોલી આવે છે, વૈષ્ણવો ઠોર કે નાણાં ભંડારાજીને ચૂકવે છે. લાલ તિલક કે કેસરી બિંદી ધર્મનું પ્રતીક બની ગઈ છે. અમે અલગ અલગ સંપ્રદાય કે કલ્ટ નથી ચલાવતા એમ કહેનારા બાબાઓના ભક્તો (મહાદેવ કરતા પોઠિયા શાણા) એ બાબાનો  કલ્ટ ઊભો કરે છે.  ભાજપે અને વિશ્વ હિંદુ પરિષદ હનુમાન, સુમિત્રા વગેરેનો એકડો કાઢી નાખ્યો છે. માટા દેવતાઓ વીઆઈપી છે. સેકન્ડ ક્લાસ દેવતાઓનાં મંદિર યુપાની ભાજપી સરકારના મુખ્યપ્રધાન કલ્યાણસિંહ દ્રારા તોડી પાડવામાં આવ્યાં છે. આજે જમાનો બાબાઓનો અને બાપુઓનો છે. રામ, કુષ્ણ કે શંકર કદી તમને શેરબજારની ટીપ આપતા નથી. પછીને સ્તરે અંબાજી અને દુર્ગા જેવી માતાઓ આવે છે. ત્રીજા ટાયરમાં સત્ય સાંઈબાબા અને શિરડીના સાંઈબાબા  તથા શંકરાચાર્ય તથા સૂરીશ્વરજીઓ આવે છે. એ પછીને તબક્કે ગુરૂપૂર્ણિમાને દહાડે બિલાડીના ટોપની જેમ ફુટી નીકળતા બાબાઓ આવે છે. શ્રીમંતો હવે ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ગુરૂ રાખે છે. આ ગુરૂઓ આર્શીવાદ આપીને તમને સટ્ટામાં જિતાડી આપે છે. બોલો આવા વાતાવરણમાં કોચી ( કેરળ)માં બીજી મેએ એક કરોડ રૂપિયાને ખર્ચે આઠ દિવસ સુધી ચાલનારો પુત્રેષ્ટિ યજ્ઞ યોજાય તેમાં શી નવાઈ? ઓર્ગેનાઈઝર છે ધ સેન્ટર ફોર એસ્ટ્રોલોજિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. ઓર્ગેનાઈઝરો ગેરન્ટિ આપે છે કે આ યજ્ઞમાં  ભાગ લેનાર વંધ્ય દંપતીને સંતાન થશે જ અને એ સંતાન પાછુ નર(પુંલ્લિંગ) હશે. માદા નહીં. પાંચ હજાર દંપતીઓએ એપ્લાય કર્યું હતું. એક હજાર બડભાગી દંપતીને આ યજ્ઞમાં એડ્મિશન મળ્યું છે. ભારતના તમામ પ્રાંતોનું ઉચિત પ્રતિનિધિત્વ જાળવવામાં આવ્યું છે. ભારતની ક્રિકેટ ટીમમાં અને રેડિયોટીવીના ન્યુઝરીડરોમાં જેમ બહોળા પ્રમાણમાં સરદારજીઓ હોય છે, તેમ આ યજ્ઞના યાજ્ઞિકોમાં બહોળા પ્રમાણમાં સવર્ણો હશે. અનામતોને અહીં પણ સ્થાન છે. કેરળમાં  આ પુત્રેષ્ટિ યજ્ઞ યોજાઈ રહ્યો છે તે વિશ્વની એક વક્રતા છે. કેરળ ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય છે. ત્યા 100 ટકા સાક્ષરતા છે. કેરળમાં  વહેમ અને અંધશ્રદ્ધાને પડકારતી અનેક  અનેક રેશનલિસ્ટ અને વૈજ્ઞાનિક સંસ્થાઓ છે. 1,000 બડભાગી દંપતી યજ્ઞમાં શ્રદ્ધા ધરાવે છે. એક પા ટેસ્ટ ટ્યુબ બેબીની ચેકનોલોજી, બીજા પા .પત્રેષ્ટિ યજ્ઞ વીમેન્સ લિબવાળીઓ, સાંભળો. પુત્રીકામેષ્ટિ યજ્ઞ કોઈ નથી કરતું. .

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ