GTU યુનિવર્સિટીની પરીક્ષા અટકાવવા આઈટી સ્ટુડન્ટે અન્ય વિદ્યાર્થીઓનાં ડેટા ચોરી કરી અન્ય વેબસાઈટ પર અપલોડ કરનાર વિદ્યાર્થીની સાયબર સેલએ ધરપકડ કરી છે. ડેટા ચોરી કરનાર યુવક જીટીયુનો આઇટી સ્ટુડન્ટ છે. તે છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. GTU યુનિવર્સિટીનાં રજીસ્ટારે સાયબર સેલમાં ગત શુક્રવારે બપોરે ઓનલાઈન પ્રી ટ્રાયલ એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓનાં ફોટા અને આઈડી પ્રુફની ચોરી અંગે ફરિયાદ કરી હતી. આરોપીએ ડેટા ચોરી કરી www. gtu-exam.github.io/pre-check-trial-students/ વેબસાઈટ પર અપલોડ કર્યા હતાં.
સાયબર સેલએ GTU ડેટા ચોરી કેસમાં મૂળ જૂનાગઢના અને હાલ અમદાવાદ સોલા વિસ્તારમાં રહેતાં 23 વર્ષીય મોહિત ઉર્ફ મોન્ટુ નિલેશભાઈ ચોથાણીની ધરપકડ કરી છે. જીટીયુમાં આઈટીનાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં મોહિતએ પોલીસને જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા કોરોના મહામારી અન્વયે ગાઈડલાઈન બહાર પડાઈ હતી. જેનો ચુસ્ત અમલ થાય તે હેતુથી તમામ પ્રકારની પરીક્ષા સરકાર દ્વારા મોકૂફ રાખવામાં આવી હતી. જો કે જીટીયુ તરફથી પરીક્ષા લેવાનો મક્કમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આ પરીક્ષાઓ મોકૂફ રહે તે હેતુથી પોતે વિદ્યાર્થીઓના ડેટા ચોરી જુદી-જુદી વેબસાઈટ બનાવી તેની પર આ ડેટા અપલોડ કર્યા હતાં. સાયબર સેલએ મોહિતની કબુલાતને પગલે તેની ધરપકડ કરી હતી.”