નેશનલ એકેડેમિક ડિપોઝિટરી દ્વારા તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીઓ-ઓટોનોમસ કોલેજોના સ્ટુડન્ટ રેકોર્ડ ડિજિટલાઈઝેશનના જાહેર કર્યા હતા. આંકડાઓ-રિપોર્ટ અનુસાર, સૌથી વધુ 22.05 લાખ માર્કશીટ અપલોડિંગ અને 11.27 લાખ સ્ટુડન્ટ ક્રેડિટ રેકોર્ડ સાથે GTU રાજ્યમાં પ્રથમ છે. જ્યારે રાજ્યની સૌથી મોટી અને જુની એવી ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ સુધી 3.69 લાખ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરાઈ છે અને માત્ર 2024ના વર્ષના જ 20515 સ્ટુડન્ટ ક્રેડિટ એબીસી(એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ)આઈડી સાથે મેપિંગ થયા છે.