નવેમ્બરમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન (જીએસટી)ની આવક ૨૫ ટકા વધી ૧.૩૧ લાખ કરોડ થઈ હતી. જીએસટીનો અમલીકરણ શરૂ થયા પછી તેની આ બીજા નંબરની ઊંચી આવક છે. આ બાબત નિર્દેશ કરે છે કે આર્થિક નવસંચારની સાથે ધંધાકીય પ્રવૃત્તિઓ પણ હવે સામાન્ય થઈ રહી છે. તેના લીધે કોમ્પ્લાયન્સમાં પણ વધારો થયો છે.
સળંગ પાંચમાં મહિને જીએસટીની આવક એક લાખ કરોડની ઉપર રહી છે. નવેમ્બર ૨૦૨૧માં જીએસટીનું કુલ કલેક્શન ૧,૩૧,૫૨૬ કરોડ થયુ હતુ, તેમા સીજીએસટી પેટે ૨૩,૯૭૮ કરોડ, એસજીએસટી પેટે ૩૧,૧૨૭ કરોડ અને આઇજીએસટી પેટે ૬૬,૮૧૫ કરોડની આવક થઈ હતી. તેમા આયાતી માલસામગ્રી પેટે એકત્રિત કરવામાં આવેલા ૩૨,૧૬૫ કરોડ અને સેસ પેટેના ૯,૬૦૯ કરોડનો સમાવેશ થાય છે. તેમા આયાતી માલસામગ્રી પર સેસ પેટે એકત્રિત કરાયેલા ૬૫૩ કરોડનો સમાવેશ થાય છે.