જીએસટી કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં હોટલનાં રૂમ ભાડાં પરનાં GSTનાં દર ઘટાડીને હોટલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનાં પગલાં લેવાયા હતા. જ્યારે કેફિનેટેડ પીણાં પરનો જીએસટી અને સરચાર્જમાં જંગી વધારો કરાયો હતો. પહેલી ઓક્ટોબરથી જીએસટીના નવા દર અમલી થશે. મંદીમાં સપડાયેલા ઓટો ઉદ્યોગને હાલ કોઈ રાહત અપાઈ નથી. જીએસટી કાફન્સિલની ફીટમેન્ટ કમિટિએ ઓટોમોબાઈલ્સ, બિસ્કીટ, માચિસ, ફૂટવેર, મિનરલ વોટર સહિત ૨૦૦ ચીજવસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો વિરોધ કર્યો હતો. બેઠકમાં જીએસટી રિટર્ન ફાઈલ કરવાનું સરળ બનાવવાનો મુદ્દો ચર્ચાયો હતો.
હોટેલ રૂમ ભાડાં પહેલા GST સુધારેલો GST
રૂ. ૧૦૦૦ સુધી શૂન્ય શૂન્ય
રૂ. ૭૫૦૦થી ઓછું ૧૮ ટકા ૧૨ ટકા
રૂ. ૭૫૦૦થી વધુ ૨૮ ટકા ૧૮ ટકા