જીએસટી કાઉન્સિલ દ્વારા દેશમાં ઈલેકટ્રિક વાહનોનો ઉપયોગ વધે તે માટે પ્રોત્સાહન આપવા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. ઈલેકટ્રિક વાહનો પરનો GST ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરાયો છે. જ્યારે ઈલેકટ્રિક વાહનો માટે ચાર્જર્સ પરનો GST ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરાયો છે. ઘટાડેલા નવા જીએસટી દર ૧ ઓગસ્ટથી અમલમાં આવશે. જીએસટી કાઉન્સિલની ૩૬મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. દેશમાં પ્રદુષણ ઘટાડવા તેમજ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટેની દિશામાં આ પગલું મહત્વનું પૂરવાર થશે. સરકારનો ઈરાદો ટ્રાન્સપોર્ટેશનને ઈકો ફ્રેન્ડલી બનાવવાનો છે. ઈલેકટ્રિક વાહનો અને ચાર્જર્સ પર જીએસટી ઘટાડવાનો મુદ્દો ફિટમેન્ટ કમિટિને મોકલાયો હતો જેણે દર ઘટાડવા સૂચન કર્યું હતું.