ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નાં દરોમાં વધુ એકવાર રાહતકારી ઘટાડો આવી શકે છે. એફએમસીજી પ્રોડ્કટ્સ ઉપર જીએસટી ઘટાડયા બાદ હવે સરકાર વોશિંગ મશીન, ફ્રિજ જેવા કન્ઝયુમર ડયુરેબલ્સ ઉપર પણ જીએસટી ઘટાડવાનો વિચાર કરી રહી છે. અત્યારે આવા ઉત્પાદનો ઉપર 28 ટકા જીએસટી લાગે છે. હવે સરકાર તેમાં ઘટાડો કરીને મહિલાઓને પણ રાહત મળે તેવાં પ્રયાસ કરવાં માગે છે.