ભારતની દ્વિતિય સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસને ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ દ્વારા ૩૨,૦૦૦ કરોડની કરચોરી માટે નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઈન્ફોસિસે ડીજીજીઆઈની આ નોટિસને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેણે કાયદા અનુસાર લાગુ પડતા તમામ વેરા ચૂકવી દીધા છે.