ટેકસ અંગે નિર્ણય લેવાની સત્તા ધરાવતી જીએસટી કાઉન્સિલ નાઅધિકારીઆેએ ફ્રી ગૂડ્ઝ પરનો ટેકસ દૂર કરવાની હિમાયત કરી છે. આ ઈશ્યુ પર અંતિમ નિર્ણય કાઉન્સિલ દ્વારા લેવાશે. લૉ રિવ્યૂ કમિટીએ કાઉન્સિલ ને એક અહેવાલ સોંપ્યો છે જેમાં જણાવ્યું હતું કે આવા માલ માટે ચૂકવવામાં આવેલી કૂલ રકમ જીએસટી હેઠળ ચાર્જ થવી જોઈએ અને ઈનપુટ ટેકસ ક્રેડિટ આવા કેસમાં નકારવી ન જોઈએ.