જીએસટી કાયદો અમલી બની ગયા પછી નાના વેપારીઓ પણ જીએસટીની નેટમાં આવી જશે. કરિયાણાવાળો પણ ગ્રાહકને ૧૦૦ રૃપિયાનુ બીલ આપે તો જીએસટીમાં રજૂ કરવુ પડશે. એટલુ જ નહિ જીએસટીમાં ૩૭ પ્રકારના નવા રિટર્ન ભરવાની વાતો થઇ રહી છે પણ તેવુ કંઇ જીએસટીમાં છે જ નહિ. વેપારીઓને શરૃઆતમાં થોડી તકલીફો પડશે પણ પછી સરળતા રહેશે.