રાજ્યભરમાં GST વિભાગે કોચિંગ ક્લાસિસ ઉપર પાડ્યા છે. રાજ્યમાં ધમધમતા કોચિંગ ક્લાસ પર GST વિભાગે ટાબાઈ બોલાવી છે. જેમાં રાજકોટ ,અમદાવાદ, બરોડા અને સુરતમાં 31 જગ્યાએ જી.એસ.ટી વિભાગ ત્રાટકયુ છે. રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી 18થી 20 કરોડના બેનામી વ્યવહારો GST વિભાગે ઝડપી પાડયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.