GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ (Bogus billing scam) ઝડપી પાડ્યું છે. આ બોગસ બિલીંગ કાંડ રાજકોટ ડિવીઝનમાંથી પકડી પાડવામાં આવ્યુ છે. 10 લાખથી માંડીને 3 કરોડ રૂપિયા સુધીના બિલો બનાવીને આ કૌંભાડ આચરવામાં આવ્યુ હોવાની માહિતી છે. તો સાથે જ 1600 જેટલા વેપારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં 50 જેટલી બોગસ પેઢીઓ (bogus firm) મળી આવી છે.