GST કાઉન્સિલની 27મી બેઠક 4થી મેના દિવસે યોજાવાની છે. GSTની આ બેઠકમાં ઘણા મોટા ફેરફારો થવાની સંભાવના છે. બેઠકમાં જીએસટી રિટર્ન ફોર્મને સરળ બનાવવાની તથા અપ્રત્યક્ષ કર વ્યવસ્થા નિયમોમાં જરૂરી સંશોધન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમાં પેટ્રોલિયમ પદાર્થોને જીએસટી હેઠળ લાવવા પર પણ ચર્ચા થઈ શકે છે. બેઠકમાં જીવનજરૂરિયાતની અનેક વસ્તુઓ સસ્તી થવાની જાહેરાત થઈ શકે તેમ છે.