આજે નાણામંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જીએસટી કાઉન્સિલની 44મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેની જાણકારી નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં આપી છે.
કોરોના કાળમાં જીએસટી કાઉન્સિલે લીધેલા નિર્ણયો
- કોરોના વેક્સિન પર 5 ટકા જીએસટી યથાવત રહેશે. કેન્દ્ર સરકાર 75 ટકા વેક્સિન ખરીદશે અને તેના પર જીએસટી આપશે. પરંતુ જીએસટીથી થનારી 70 ટકા આવક રાજ્યોની સાથે વેચવામાં આવશે.
- ચાર પ્રકારની પ્રોડક્ટ પર જીએસટી દર નક્કી કરવામાં આવ્યા છે. તેમાં દવાઓ, ઓક્સિજન, ઓક્સિજન રિલેટેડ ઇક્વિપમેન્ટ, ટેસ્ટિંગ કિટ્સ અને બીજા મશીનો તથા કોવિડ સંબંધિત રાહત સામગ્રી સામેલ છે. આ રેટ્સ વિશે જલદી જાહેરાત કરવામાં આવશે તેમ નિર્મલા સીતારમને કહ્યું છે.